8th Pay Commission : ભારતના કેન્દ્રીય કર્મચારીઓ માટે લેટેસ્ટ સમાચાર આવી રહિયા છે જેમાં એમને ખુશી ના સમાચાર મળી શકે છે હવે આઠમા પગાર પંચને લઈને તમામ કેન્દ્રીય કર્મચારીનો પગાર વધી જશે .હાલમાં અપડેટ સામે આવી છે કે તમામ કેન્દ્રીય કર્મચારીનો પગારમાં મોટો ફેરફાર થઈ શકે એમ છે.
8th Pay Commission
આપ સૌને જણાવી દઈએ સાતમા પગાર પંચ ફિટમેન્ટ 57 ટકા રાખ્યો હતો જેના આધારે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર રિવાઈડ કરવામાં આવ્યો હતો. જો તમારો બેઝીક પગાર 18000 રૂપિયા કરવામાં આવ્યો હતો હવે 18000 રૂપિયાથી વધીને હવે કેન્દ્રીય કર્મચારીઓને 26000 રૂપિયા સુધી મળે તેવી શક્યતાઓ છે આવા મહત્વના સમાચાર આવી રહિયા છે.
જાણો અત્યારસુધી પગાર પંચમાં થયેલા ફેરફારની માહિતી વિશે
- આઠમાં પગાર પંચ ની નવી અપડેટેડ માહિતી મેળવતા પહેલા સાતમા પગાર પંચમાં થયેલા ફેરફારો વિશે વિગતવાર માહિતી મેળવીશું.
- હવે વાત કરીયે ચોથા પગાર પંચમાં દરેક કેન્દ્રીય કર્મચારીઓનો 27.6 ટકા પગાર વધારવામાં આવ્યો હતો જેમાં તેમનો લઘુત્તમ પગાર 750 રૂપિયા નક્કી કર્યો હતો .
- ત્યારબાદ પાંચમા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ના પગાર માં 31% નો વધારો કરીને લઘુતમ વેતન વધીને 2550 રૂપિયા આપિયો હતો.
- ત્યારપછી છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર નો અમલ કરવામાં આવીયો અને એ સમયે 1.86 ગણું કરવામાં આવ્યુ. જેનાથીદરેક કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી હતી.
- હવે વર્ષ 2014માં સાતમું પગાર પંચ આપવામાં આવ્યુ હતું અને આ સાતમા પગાર પંચનો અમલ વર્ષ 2016 માં લાગુ કરવામાં આવ્યો.
- હવે આઠમા પગાર પાંચમા ફિટમેન્ટ ફેક્ટરને આધારે 26,000 સુધી પગાર વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.
જાણો ક્યારથી જાહેર થશે આઠમું પગાર પંચ
અત્યારે આઠમાં પગાર પંચ લાગુ થવાની આશા સાથે દરેક કેન્દ્રીય કર્મચારીઓ ખૂબ જ ખુશ થઈ રહિયા છે પણ હજુ સુધી ક્યારથી અમલ થશે એના સમાચાર હજી સામે નથી આવિયા પણ એક્સપર્ટ નું માનવું છે કે થૉડા સમય માં લાગુ પડી શકે એમ છે. પણ હજુ સુધી આઠમાં પગાર પંચ અમલ થવાની કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી નથી.