ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા ૨૦૨૪ માટેની અખબારી યાદી

WhatsApp Join Now
Telegram Join Here

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૪ માં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષય/વિષયોમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે તેથી વધુ વિષય/વિષયોમાં અનુત્તીર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણપત્રકમાં (NEEDS IMPROVEMENT) “સુધારણાને અવકાશ” ધરાવે છે તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેઓ વર્ષ-૨૦૨૪ ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૪ માં જે વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયેલ છે પરંતુ પોતાના પરિણામને સુધારવા ઇચ્છુક છે તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા પૂરક-૨૦૨૪ માં ઉપસ્થિત થઇ શકશે.

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા ૨૦૨૪ માટેની અખબારી યાદી

પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા https://hscscipurakreg.gseb.org પરથી ONLINE કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વિકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીઓની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી.

પરીક્ષા માટેનું આવેદન તથા ફી ભરવાની કામગીરી તારીખ.૧૪/૦૫/૨૦૨૪ સાંજે ૧૬:૦૦ કલાકથી તારીખ. ૨૧/૦૫/૨૦૨૪ સાંજે ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન કરી શકાશે.

ખાસ નોંધ:-

  1. કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે. તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા- ૨૦૨૪ માટે કન્યા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવાર જે વિષય/વિષયોમાં પરીક્ષા આપવા ઇચ્છુક હોય તો તે વિષય/વિષયો માટેનું આવેદન ઓનલાઇન સબમીટ કરી રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. કન્યા કે દિવ્યાંગ ઉમેદવારના Seat Number ની સામે ટીકમાર્ક કરી રજીસ્ટ્રેશન કરવું. વિદ્યાર્થીના Seat Number ની સામે ટીકમાર્ક ન કરેલ હોય તેવા કિસ્સામાં કન્યા ઉમેદવાર કે દિવ્યાંગ ઉમેદવાર પુરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે નહી.
  2. ઓનલાઇન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સુચનાઓ ઉપરોકત વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો