ધોરણ ૧૦ માર્ચ ૨૦૨૪ પરીક્ષા માટે ગુણચકાસણીની અરજી કરવા બાબત

WhatsApp Join Now
Telegram Join Here

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ- ૨૦૨૪ ની પરીક્ષાનું પરિણામ તા.૧૧/૦૫/૨૦૨૪ ના રોજ જાહેર થયેલ છે. જે ઉમેદવારો ગુણચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પર ઓનલાઇન અરજી કરી શકશે.

ધોરણ ૧૦ માર્ચ ૨૦૨૪ પરીક્ષા માટે ગુણચકાસણીની અરજી કરવા બાબત

ગુણ ચકાસણીની અરજી ની ફી ઓનલાઇન SBI ePay System મારફતે (Credit Card, Debit Card, Net Banking) દ્વારા અથવા SBI ePay ના “SBI Branch Payment” ઓપ્શન દ્વારા દેશની કોઇપણ SBI Branch માં ભરી શકાશે. જેની આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

ગુણચકાસણીની ઓનલાઇન અરજી કરવાની વેબસાઈટ

અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા ssc.gseb.org પર તા.૧૩/૦૫/૨૦૨૪ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાકથી તા.૨૦/૦૫/૨૦૨૪ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાક સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઇ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહી.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો