GCAS Admission Portal 2024: કોલેજમાં એડમિશન માટે ઓનલાઈન, ફોર્મ ભરો અહીંથી

WhatsApp Join Now
Telegram Join Here

GCAS Admission Portal 2024 : શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS – જીકેસ) એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ આવતી ૧૪ સરકારી યુનિવર્સિટીઓ તથા તેને સંલગ્ન સંસ્થા/કોલેજોમાં વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના કોર્સીસ- પ્રવેશની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ કરવા માટે શરૂ કરવામાં આવેલું એક દુરંદેશીપૂર્ણ પોર્ટલ છે.

GCAS Admission Portal 2024

આ એક જ પોર્ટલથી વિદ્યાર્થીઓ વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, કાયદા, રૂરલ સ્ટડીઝ, શારીરિક શિક્ષણ, બી.એડ., તથા પી.એચ.ડી. જેવી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન માત્ર જીકેસ પોર્ટલ ઉપર જ કરવાનું રહેશે. જીકેસ પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે.

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ મુખ્ય બાબતો

  • GCAS) જીકેસ પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એ બે ભાષાઓમાં ઉપલબ્ધ છે, જૈને કારણે માહિતી સરળતાથી મેળવી શકાય અને વધુ સારી રીતે સર્વ સુધી પહોંચી શકાય.
  • સરકારી યુનિવર્સિટીઓને સંલગ્ન કૉલેજોમાં એડમિશન માટે નોંધણીની સરળ પ્રક્રિયા.
    વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલું જીકેસ પોર્ટલ સીધા ઇન્ટરફેસ સાથે નોંધણીનો સાતત્યપૂર્ણ અનુભવ પૂરો પાડે છે, જે અરજદારોને નોંધણીની પ્રક્રિયા કે સ્થિતિ વિશે માહિતગાર રાખે છે.
  • અરજદારો માટે સરળ અને મુશ્કેલી વિનાની નોંધણી કરી શકાય તે માટે જીકેસ દ્વારા ડોકયુમેન્ટને અપલોડ કરવાની સરળતા.
  • નોંધણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીને તેમની અરજીની સ્થિતિ, દસ્તાવેજની ચકાસણી અને સંબંધિત અન્ય જાહેરાત બાબતે નિયમિત જાણકારી SMS તથા E-mail દ્વારા માહિતી આપવામાં આવશે.

GCAS Portal Registration

હવે થી રાજ્યની 14 યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર ૨,૩૪૩ જેટલી કૉલેજના 7.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ એડમીશન માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી માત્ર 3.300 એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે > એક જ છત્ર હેઠળ આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓને સાંકળી લઈને એડ્મિશનની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે તમામ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન પછીથી એડ્મિશનની પ્રક્રિયાની સ્વાયત્તતા રહેશે

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ વેબસાઈટ 2024

વિદ્યાર્થીએ https://gcas.gujgov.edu.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વિદ્યાર્થીએ પોતાની પ્રાથમિક માહિતી ભરીને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ રજીસ્ટર કરાવવાના રહેશે. યુઝરનેમ અને પાસવર્ડ વિદ્યાર્થીના રજીસ્ટર્ડ ઇમેલ આઇડી પર અને રજીસ્ટર્ડ કોન્ટેક્ટ નંબર પર મોકલવામાં આવશે. રજીસ્ટ્રેશન જીસ્ટ્રેશન ૧ એપ્રિલ ૨૦૨૪ થી શરુ થશે અને રિઝલ્ટ આવ્યા બાદ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

વિદ્યાર્થીએ પોતાની બેઝીક પ્રોફાઇલ (Profile)ની માહિતી, શૈક્ષણિક (Academic) માહિતી તેમજ જરૂરી આધારો જેવા કે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, વિધાર્થીનો સ્કેન કરેલ ફોટોગ્રાફ અને સિગ્નેચર વગેરે લાગુ પડતાં દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરવાનાં રહેશે.

  • વિદ્યાર્થી જે ડીગ્રી કોર્સ, યુનિવર્સિટી કે તેને સંલગ્ન સંસ્થા/કોલેજમાં પ્રવેશ લેવા માંગે છે તેની પસંદગી (Choice) કરવાની રહેશે.
  • જીકેસ પોર્ટલની રજીસ્ટ્રેશન ફી (Payment) ₹૩૦૦/- ઓનલાઈન માધ્યમથી ચુકવવાની રહેશે.
    74 ભરેલી વિગતોની સમીક્ષા કરી અરજી સબમિટ (Final Submit) કરવાની રહેશે.

જીકેસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો

  1. પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ સફેદ બેકગ્રાઉંડ ધરાવતો અને બંને કાન જોઈ શકાય તેવા. વિદ્યાર્થીના તાજેતરના
  2. સહીનો નમૂનો, સફેદ બેકગ્રાઉન્ડ પર કાળી/વાદળી શાહીથી કરેલ વિધાર્થીની સહી. (JPEG અથવા JPG ફોર્મેટમાં)
  3. ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની માર્કશીટ (HSE)
  4. સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ
  5. પાસિંગ સર્ટિફિકેટ/ટ્રાયલ સર્ટિફિકેટ
  6. માઈગ્રેશન સર્ટિફિકેટ (જો વિદ્યાર્થીએ ગુજરાત બહારથી 12મું ધોરણ પાસ કર્યું હોય તો)
  7. ડોમિસાઇલ સર્ટિફિકેટ
  8. કેટેગરી સર્ટિફિકેટ
  9. પારિવારિક આવકનું પ્રમાણપત્ર, પીડીએફ ફોર્મેટમાં સ્કેન કરેલી નકલ. બધી માહિતી સ્પષ્ટ રીતે દેખાતી હોવી જોઈએ.
  10. ફ્રી શિપ સર્ટિફિકેટ
  11. વિકલાંગપણું ધરાવતી વ્યક્તિનું પ્રમાણપત્ર
  12. ઓળખના પૂરાવા (આધાર કાર્ડ, પાન કાર્ડ)
  13. 10મા ધોરણની માર્કશીટ (ઉંમરના પૂરાવા માટે)
  14. અંડરગ્રેજ્યુએટ કોર્સ સર્ટિફિકેટ/ માર્કશીટ
  15. અનુસ્નાતક અભ્યાસક્રમ પ્રમાણપત્રો/માર્કશીટ

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો