અંબાલાલ પટેલની ભયકંર આગાહી: આ બે તારીખો માં મેઘરાજા બોલાવશે ધબધબાટી, નદીઓ થશે ગાંડીતુર

WhatsApp Join Now
Telegram Join Here

અંબાલાલ પટેલની ભયકંર આગાહી : હાલમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો સહિત અન્ય ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે નવસારીમાં ચોમાસું વિરામ પામ્યું છે. જો કે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જૂનના અંત સુધીમાં વરસાદ પડશે. આ સાથે તેમણે કહ્યું છે કે હાલમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલની ભયકંર આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ પહેલા જ કહી ચૂક્યા છે કે ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાંથી આવતી શાખા ધીમી ગતિએ આગળ વધી રહી છે. તેમજ બંગાળની ખાડીની શાખા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે, એક બાજુથી ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચવાની શક્યતા છે. જેના કારણે આજથી જ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

આ સાથે તેમણે કહ્યું કે બંગાળની ખાડીની શાખાના ભેજને કારણે મધ્ય ગુજરાત સુધી વરસાદ પહોંચવાની શક્યતા રહેશે. આ ઉપરાંત આજથી 22મી સુધી ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેશે. પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે.

આ પણ વાંચો- અગ્નિવીર વાયુ ભરતી 2024: ઈન્ડિયન એરફોર્સમાં નોકરીનો મોકો

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ, વડોદરા, આણંદ અને નડિયાદમાં પણ પવન ફૂંકાશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પવન સાથે વરસાદની પણ શક્યતા છે.

અંબાલાલ પટેલે ખેડૂતોની વાવણી અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, મૃગશીર્ષ નક્ષત્રમાં પડતો વરસાદ સારો પાણી ગણાતો નથી. ખેડૂતો માટે હજુ મોડું થયું નથી. 21મીની મધરાતથી ચોમાસું ફરી સક્રિય થશે. 22 જૂનથી આદ્રા નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે. આદ્રા નક્ષત્રમાં વાવણી સારી છે. ગુજરાતમાં 20 જૂનથી ચોમાસું ફરી સક્રિય થશે અને 28 જૂન સુધી ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના છે. આ તારીખો દરમિયાન, આહવા અને ડાંગમાં ભારે વરસાદ પડશે જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે.

Ambalal Patel Agahi June 2024

હવામાન નિષ્ણાતે એમ પણ કહ્યું કે 18મીથી 20મી સુધી અરબી સમુદ્રમાં લો પ્રેશર રહેશે અને 20મીની આસપાસ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. દરમિયાન સુરતમાં પણ ભારે વરસાદની સંભાવના છે, 28 જૂન સુધી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય, ઉત્તર ગુજરાતના ભાગોમાં બે ઈંચથી વધુ વરસાદની શક્યતા છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડશે. આ વરસાદને કારણે જળસંકટની સમસ્યાનો ઉકેલ આવવાની સંભાવના છે. આ સાથે તેમણે કહ્યું કે ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો