શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા વર્ષ ૨૦૧૬ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન માટેના કોલલેટર જાહેર: જુઓ આ રહીયુ ઉમેદવારોનું લિસ્ટ, અહીંથી ચેક કરો તમારું નામ

WhatsApp Join Now
Telegram Join Here

શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા વર્ષ ૨૦૧૬ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન માટેના કોલલેટર જાહેર : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ અને નિયામક, કમિશનર શાળાઓની કચેરી, ગુ.રા. ગાંધીનગર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન લિસ્ટમાં સામેલ ઉમેદવારો તા.૦૭/૦૬/૨૦૨૪ થી તા.૧૨/૦૬/૨૦૨૪ સુધી ડોક્યુમેન્ટ વેરિફીકેશન માટેના કોલલેટર ડાઉનલોડ કરી શકશે.

શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા વર્ષ ૨૦૧૬ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફીકેશન માટેના કોલલેટર જાહેર

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ કમિશનરશ્રી શાળાઓની કચેરી, વિધા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૯, ગાંધીનગર. (બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અન્વયે નામ. હાઈકોર્ટમાં દાખલ થયેલ SCA NO. 15339/2020 અને અન્ય ગ્રૂપ મેટરોના તા. ૧૬/૦૧/૨૦૨૪ના ઓરલ આદેશ અન્વયે ભરતી પ્રક્રિયા હાથ ધરવા બાબત)

Shixan Sahayak Bharti 2016 Call Letter Download

ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના તા. ૧૧/૦૨/૨૦૧૧ના જાહેરનામા ક્રમાંક:જીએચ/એસએચ/૨/બીએમએસ-૧૧૦૯-૧૯૦૬-જી તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)માં શિક્ષણ સહાયકની પસંદગી અંગે વર્ષ-૨૦૧૬ની ભરતી પ્રક્રિયા પૈકી હાલની સ્થિતિએ જિલ્લા કક્ષાએથી ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર નામ. હાઈકોર્ટમાં દાખલ થયેલ SCA NO. 15339/2020 તથા અન્ય ગ્રૂપ મેટરોના તા. ૧૬/૦૧/૨૦૨૪ના ચુકાદા અન્વયે સદર ભરતી પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરવાની થાય છે.

આ પણ વાંચો- ઓજસ ભરતી 2024, ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ

કોલલેટર ડાઉનલોડ કરવાની માહિતી

ઉક્ત વિગતે હાલની સ્થિતિએ ઉપલબ્ધ ખાલી જગ્યાઓના પ્રમાણમાં મેરિટમાં સમાવિષ્ટ થતા ઉમેદવારોની યાદી https://www.gserc.in વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. યાદીમાં દર્શાવેલ ઉમેદવારોએ પોતાના લાયકાતી ગુણપત્રકો/પ્રમાણપત્રકોની ચકાસણી માટે કોલ લેટર https://www.gserc.in વેબસાઈટ પરથી તા. ૦૭/૦૬/૨૦૨૪ના રોજથી તા. ૧૨/૦૬/૨૦૨૪ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધીમાં પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી ડોક્યુમેન્ટ વેરીફીકેશન અર્થે નિયત સ્થળે અને સમય અને તારીખે ઉપસ્થિત થવાનું રહેશે. જેની તમામ સંબંધિતાએ નોંધ લેવી.

ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં ખાસ નોંધ

ડોક્યુમેન્ટ વેરીફીકેશનમાં કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમયે ગેરહાજર રહેનાર તેમજ કોલ લેટર ડાઉનલોડ ન કરનાર ઉમેદવારો સદર ભરતી પ્રક્રીયા અન્વયે પોતાનો હક્ક દાવો જતો કરવા ઈચ્છે છે તેમ માની સદર ભરતી પ્રક્રીયામાં તેઓનો સમાવેશ કરવામાં આવશે નહીં અને આ અંગે ઉમેદવારોની કોઈપણ લેખિત કે મૌખિક રજૂઆત પણ ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

સૂચનાઓ માટેની વેબસાઈટ

જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ માટે https://www.gserc.in વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. મેરીટયાદીમાં સમાવેશ થયેલ જે ઉમેદવારોને કોલલેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી જણાય તો તાત્કાલિક (સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૬:૦૦ કલાક સુધી) ભરતી પસંદગી સમિતિના હેલ્પલાઈન નંબર- ૯૩૨૭૬૩૩૫૩૧ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર વેબસાઈટhttps://gserc.in/
કોલલેટર ડાઉનલોડ કરવાની જાહેરાતઅહીં ક્લિક કરો
ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ સેકન્ડરી (2016)અહીં ક્લિક કરો
ડોક્યુમેન્ટ વેરીફીકેશન લીસ્ટ હાયર સેકન્ડરી (2016)અહીં ક્લિક કરો
ઉમેદવારોની સૂચનાઓ, સોગંદનામુ અને જામીનખતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ




Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો