ISRO ની ઐતિહાસિક સફળતા: પુષ્પક RLVનું ત્રીજું સફળ લેન્ડિંગ, વાંચો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

WhatsApp Join Now
Telegram Join Here

ISRO ની ઐતિહાસિક સફળતા : ISROએ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) પુષ્પકના લેન્ડિંગ પ્રયોગમાં સફળતા મેળવી, આ પ્રયોગનું ત્રીજું અને અંતિમ પરીક્ષણ રવિવારે સવારે 7 વાગ્યાની આસપાસ કર્ણાટકના ચિત્રદુર્ગમાં કરવામાં આવ્યું હતું.

પુષ્પક RLVનું ત્રીજું સફળ લેન્ડિંગ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ તેના રીયુઝેબલ લોન્ચ વ્હીકલ- એલઈએક્સ-૦૩ (RLY-LE.X-03) પુષ્પક એ સતત ત્રીજી વખત સફળ લેન્ડિંગ કરીને મોટી સફળતા મેળવી છે. બેંગ્લુચ્ચી થોડાક દૂર ચિત્રદુર્ગમાં ભારે પવન વચ્ચે પુષ્પક RLVનું સતત ત્રીજી વખત સફળ લેન્ડિંગ કરી ઐતિહાસિક સફળતા મેળવી હતી

આ પણ વાંચો- હવામાન વિભાગે આપી વરસાદની આગાહી: આ તારીખથી ભારેથી અતિભારે વરસાદની આગાહી

Isro Rlv Pushpak Safe Landing

ઈસરો તરફથી આરએલવી પુષ્પક વિમાનનું પરીક્ષણ સવારે ૭.૧૦ વાગ્યે બેંગ્લુરથી લગભગ ૨૨૦ કિમી દૂર ચિત્રદુર્ગ જિલ્લાના ચક્યાકેરેમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (એટીઆર)માં કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન એરફોર્સના ચિનુક હેલિકોપ્ટરથી આ વિમાનને ૪.૫ કિમીની ઉંચાઈ સુધી લઈ દવામાં આવ્યો હતો અને તેને રનવે પર લેન્ડિંગ માટે છોડી દેવામાં આવ્યો હતો.

બીજા એક્સપેરિમેન્ટ દરમિયાન પુષ્પકને ૧૫૦ મીટરના કોસ રેન્જથી છોડવામાં આવ્યું હતું.આ ત્રીજી વખતે ક્રોસ રેન્જ વધારીને 500 મીટર કરવામાં આવી હતી . જ્યારે પુષ્પક હેલિકોપ્ટરથી છોડવામાં આવ્યું ત્યારે તેની લેન્ડિંગ વેલોસિટી 320કિમી પ્રતિકલાકથી વધુ હતી. બ્રેક પેરાશૂટની મદદથી ટચડાઉન માટે વેલોસિટીને ઘટાડી 100 કિમી પ્રતિકલાક સુધી લઈ જવામાં આવ્યો હતો..

આ પણ વાંચો- પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા સહાય યોજના 2024: ગોડાઉન માટે ઓનલાઇન ફોર્મ શરુ, વાંચો અરજી કરવાની માહિતી ગુજરાતીમાં

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો