ધોરણ 10 ગુણચકાસણી પરિણામ 2024 જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી દ્વારા ગુણચકાસણી માટે નિયત સમયમર્યાદામાં મળેલ અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલ આખરી સુધારા (Change/No Change) દર્શાવતો રીપોર્ટ, બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામાં આવેલ છે.
ધોરણ 10 ગુણચકાસણી પરિણામ 2024 જાહેર
સંસ્થા | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB ) |
પોસ્ટ નામ | ધોરણ ૧૦ પરીક્ષા માર્ચ ૨૦૨૪ |
ગુણચકાસણી પરિણામ મોડ | ઓનલાઈન |
ગુણચકાસણી પરિણામ | જાહેર |
સત્તાવાર વેબસાઇટ | https://www.gseb.org |
GSEB SSC Gunchakasani 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી દ્વારા તમામ માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ/વાલીઓ/વિદ્યાર્થીઓને જણાવવાનું કે, ધોરણ-૧૦ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૪ નું પરિણામ તા.૧૧/૦૫/૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ હતું. પરિણામ બાદ ગુણચકાસણી માટે નિયત સમયમર્યાદામાં મળેલ અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલ આખરી સુધારા (Change/No Change) દર્શાવતો રીપોર્ટ, બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામાં આવેલ છે.
વધુમાં જણાવવાનું કે ગુણચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થયેલ હોય તે વિદ્યાર્થીઓના ગુણપત્રક/પ્રમાણપત્રક સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવશે. શાળાઓએ આ ગુણપત્રક/પ્રમાણપત્રક સંબંધિત વિદ્યાર્થીઓને સત્વરે વિતરણ કરી તેમની પાસેથી અગાઉ મળેલ ગુણપત્રક/પ્રમાણપત્રક પરત મેળવી બોર્ડની કચેરી SSC (માધ્યમિક) શાખામાં જમા કરાવવાના રહેશે.ગુણચકાસણી બાદ જે વિદ્યાર્થીઓ એક અથવા બે અથવા ત્રણ વિષયમાં અનુત્તિર્ણ રહેતા હોય અને પૂરક પરીક્ષાને . પાત્ર થતા હોય તેવા વિદ્યાર્થીઓના બેઠક નંબર અને નામ સાથેની યાદી શાળાના લેટરપેડ પર તૈયાર કરી જરૂરી પરીક્ષા ફી(જો ભરવાપાત્ર હોય તો)નો સચિવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના નામે ડિમાન્ડ ડ્રાફટ કઢાવી, જરૂરી દસ્તાવેજો સાથે નાયબ નિયામક(પરીક્ષા) ના નામે રજિસ્ટર્ડ પોસ્ટથી અથવા રૂબરૂમાં તા.૨૧/૦૬/૨૦૨૪ સુધીમાં મોકલી આપવાના રહેશે. સરકારશ્રી દ્વારા કન્યા અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફી માંથી મુક્તિ આપેલ હોઇ તેમની ફી લેવાની થતી નથી પરંતુ પૂરક પરીક્ષા માટે આવેદનની વિગતો મોકલવાની ફરજીયાત છે.
ધોરણ 10 ગુણચકાસણી રીપોર્ટ 2024
ઉમેદવારોએ ગુણચકાસણી રીપોર્ટ ફકત ઓનલાઇન માધ્યમથી જ ડાઉનલોડ કરવાના રહેશે. શાળા કે વિદ્યાર્થીઓને જવાબ ટપાલ દ્વારા મોકલવાની પધ્ધતિ અમલમાં નથી.જેની શાળાના આચાર્યશ્રીઓ,વાલીઓ તથા તમામ વિદ્યાર્થીઓને નોંધ લેવા વિનંતી.
આ પણ વાંચો- ઓજસ ભરતી 2024, ઓનલાઇન જોબ એપ્લિકેશન સિસ્ટમ
ધોરણ 10 ગુણચકાસણી પરિણામ ચેક કરવાનાં પગલાં
ધોરણ 10 ગુણચકાસણી પરિણામ જોવા તથા ડાઉનલોડ કરવા અંગેની લીંક નીચે મુજબ છે.
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે www.gseb.org અથવા ssc.gseb.org
- રીપોર્ટ વિકલ્પ પર ક્લિક કરો
- હવે અરજીની વિગતો (Seat Number, Mobile Number અને Password) એન્ટર કરી, લોગ-ઇન થઇ, ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે.
- આ લીંક તા.તા.૧૧/૦૬/૨૦૨૪ થી તા.૨૧/૦૬/૨૦૨૪ સુધી ખુલ્લી રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.
આ પણ વાંચો- ગ્રામીણ બેંકો માં 9995 જગ્યાઓ માટે મોટી ભરતી 2024: ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
મહત્વપૂર્ણ લિંક :
ધોરણ 10 ગુણચકાસણી પરિણામ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ધોરણ 10 ગુણચકાસણી પરિણામ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |