ધોરણ 10 પૂરક પરીક્ષા 2024 ની હોલટિકિટ જાહેર: જુઓ તમારું પરીક્ષા કેન્દ્ર, પરીક્ષા શરુ તારીખ 24 મી જૂન 2024

WhatsApp Join Now
Telegram Join Here

ધોરણ 10 પૂરક પરીક્ષા 2024 ની હોલટિકિટ જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી દ્વારા ધોરણ 10 પૂરક પરીક્ષા 2024 ની હોલટિકિટ જાહેર બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામાં આવેલ છે.

ધોરણ 10 પૂરક પરીક્ષા 2024 ની હોલટિકિટ જાહેર

સંસ્થાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB )
પોસ્ટ નામધોરણ ૧૦ પૂરક પરીક્ષા હોલટિકિટ ૨૦૨૪
પૂરક પરીક્ષા શરુ તારીખ 24 મી જૂન 2024
પૂરક પરીક્ષા હોલટિકિટજાહેર
સત્તાવાર વેબસાઇટhttps://www.gseb.org

GSEB SSC Purak Pariksha Hall Ticket 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજયની ધોરણ-૧૦ ધરાવતી તમામ માધ્યમિક શાળાઓ અને સંસ્કૃત પ્રથમાની પાઠશાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા(ધોરણ-૧૦)ની માર્ચ-૨૦૨૪ ની પરીક્ષામાં એક અથવા બે અથવા ત્રણ વિષયમાં અનુત્તીર્ણ/ગેરહાજર રહેલ ઉમેદવારો અને સ્ટાન્ડર્ડ ગણિત(૧૨) વિષયના પૃથક ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.૨૪/૦૬/૨૦૨૪ થી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ) તા.૧૫/૦૬/૨૦૨૪ થી બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.

પ્રવેશપત્ર(હોલટિકિટ)ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના પૂરક-૨૦૨૪ પરીક્ષાના આવેદન મુજબ વિષય/વિષયો અને માધ્યમની ખરાઇ કરીને પ્રવેશપત્ર(હોલટિકિટ)માં નીચે નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યશ્રીનો સહી-સિક્કો (અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે) કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. પ્રવેશપત્ર(હોલટિકિટ) સાથે પરીક્ષા માટેની ધોરણ-૧૦ની સૂચના (નં.૧ થી ૧૩) પ્રવેશપત્ર(હોલટિકિટ)ના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યશ્રીની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે. પ્રવેશપત્ર(હોલટિકિટ) સાથે ઓનલાઇન મૂકવામાં આવેલ વિતરણ યાદીમાં પ્રવેશપત્ર(હોલટિકિટ) તથા સૂચનાપ્રત આપ્યા બદલની પરીક્ષાર્થીની સહી લેવાની રહેશે. જેની તમામ સંબંધિતોને નોંધ લેવા અને સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે. પરીક્ષાર્થીઓના આવેદન તથા પરીક્ષાર્થીના પ્રવેશપત્ર(હોલટિકિટ) માં દર્શાવેલ વિષય/વિષયો બાબતે કોઇ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર કચેરી ખાતેની માધ્યમિક શાખાનો જરૂરી આધારો સાથે દિન-૩ માં સંપર્ક કરવાનો રહેશે.

ધોરણ 10 પૂરક પરીક્ષા 2024 નિમણૂકપત્ર

મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પૂરક-૨૦૨૪ પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે શિક્ષકશ્રીઓના નિમણૂકપત્ર(Assessment Order) હોલટિકિટ સાથે ઓનલાઇન જ મોકલી આપવામાં આવેલ છે, જે શાળા દ્વારા ઓનલાઇન ડાઉનલોડ કરવાના રહેશે અને નિયત શિક્ષકશ્રીને જરૂરી વિગતો ભરી નિમણૂકપત્ર(Assessment Order) તથા સૂચનાઓ સુપ્રત કરવાની રહેશે. નિમણૂકપત્ર(Assessment Order) ની વિતરણ યાદી ડાઉનલોડ કરી તેમાં શિક્ષકશ્રીઓને નિમણૂકપત્ર મળ્યા બદલની સહી મેળવી શાળાના રેકર્ડ પર રાખવાની રહેશે અને નિમણૂકપત્રની નકલ(શાળા પ્રત) પણ શાળા કક્ષાએ સાચવી રાખવાની રહેશે.

આ પણ વાંચો- જાણો આયુષ્માન કાર્ડ મેળવવાની રીત: તમે મેળવી શકો છો પાંચ લાખ રૂપિયાનો ફાયદો, વાંચો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

ધોરણ 10 ગુણચકાસણી પરિણામ ચેક કરવાનાં પગલાં

ધોરણ 10 ગુણચકાસણી પરિણામ જોવા તથા ડાઉનલોડ કરવા અંગેની લીંક નીચે મુજબ છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે www.gseb.org અથવા ssc.gseb.org
  • શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.

આ પણ વાંચો- GSRTC અમદાવાદ ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરીનો મોકો

મહત્વપૂર્ણ લિંક :

ધોરણ 10 પૂરક પરીક્ષા હોલટિકિટ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો