ધોરણ 9 અને 11 માં નાપાસ વિદ્યાર્થીઓ માટે ફરીથી નવી વાર્ષિક પરીક્ષા, આ રહિયા વર્ગબઢતીના નવા નિયમો, જુઓ શિક્ષણ વિભાગનો પરિપત્ર

WhatsApp Join Now
Telegram Join Here

ધોરણ 9 અને 11 માં નાપાસ વિદ્યાર્થીઓ માટે ફરીથી નવી વાર્ષિક પરીક્ષા : શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 અને 11 માં નાપાસ વિદ્યાર્થીઓ માટે ફરીથી નવી વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે. GSEB બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ધોરણ-૯ અને ધોરણ-૧૧ ના વર્ગબઢતીના નિયમો બાબત પરિપત્ર મુકવામાં આવેલ છે.

ધોરણ 9 અને 11 માં નાપાસ વિદ્યાર્થીઓ માટે ફરીથી નવી વાર્ષિક પરીક્ષા

સંસ્થાગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા
પુનઃ પરીક્ષા તારીખ29/06/2024 સુધીમાં લઈને
પરિપત્ર જાહેર તારીખ15મી જૂન 2024 
સત્તાવાર વેબસાઇટhttps://www.gseb.org

Gujarat Class 9 and 11 can Retake The Final Exam

ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓ માટે હાલના ધોરણ-9 અને ધોરણ-11 ના વર્ગબઢતીના નિયમોમાં પુનઃ પરીક્ષા (રી-ટેસ્ટ)ની જોગવાઈ નથી. ધોરણ-9 અને ધોરણ- 11 માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા (રી-ટેસ્ટ) લેવા અંગેની રજૂઆતો શાળાઓ દ્વારા કરવામાં આવતી હોય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 માં વિદ્યાર્થીને પરિણામ સુધારવા માટેની તક મળે તેવી જોગવાઈ કરવા જણાવેલ છે. સદર બાબત ધ્યાને લઈને તા.07/06/2024 ના રોજ મળેલ બોર્ડની શૈક્ષણિક સમિતિમાં સંદર્ભ દર્શિત ઠરાવ ક્રમાંક:02/2024 થી વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવેલ નિર્ણય મુજબ હાલના વર્ગબઢતીના નિયમોમાં નીચે દર્શાવ્યા મુજબની જોગવાઈ શૈક્ષણિક વર્ષ 2023-24 થી કરવામાં આવે છે.

“જે વિદ્યાર્થી જે શૈક્ષણિક વર્ષની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં જે વિષયોમાં નાપાસ થયેલ હોય તેવા વિદ્યાર્થી માટે શાળા કક્ષાએ તે વિષયોની પુનઃ પરીક્ષા ત્યાર પછીના શૈક્ષણિક વર્ષની શરૂઆતના 15 દિવસમાં લેવાની રહેશે. વિદ્યાર્થીની પુનઃ પરીક્ષાના પરિણામના આધારે વિદ્યાર્થીને વર્ગબઢતી આપવાની રહેશે.”

આ પણ વાંચો- જાણો આયુષ્માન કાર્ડ મેળવવાની રીત: તમે મેળવી શકો છો પાંચ લાખ રૂપિયાનો ફાયદો, વાંચો સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

ધોરણ 9 અને ધોરણ 11 ના વર્ગબઢતીના સુધારેલ નિયમો

ધોરણ-9 અને ધોરણ-11 ના વર્ગબઢતીના સુધારેલ નિયમોની જોગવાઈ શૈક્ષણિક વર્ષ 2023-24 થી લાગુ કરેલ હોઈ શૈક્ષણિક વર્ષ 2023-24 માં ધોરણ-9 અને ધોરણ-11 ની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પુનઃ પરીક્ષા શાળાકક્ષાએ તા.29/06/2024 સુધીમાં લઈને તેના પરિણામના આધારે વિદ્યાર્થીને વર્ગબઢતી આપવાની રહેશે. આ અંગે બોર્ડના તા.12/06/2024 ના પરિપત્રથી તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને જાણ તથા જરૂરી કાર્યવાહી સારૂં મોકલી આપવામાં આવેલ છે તેમજ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિપત્ર મુકવામાં આવેલ છે. આ અંગે ગુ.મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

આ પણ વાંચો- GSRTC અમદાવાદ ભરતી 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરીનો મોકો

મહત્વપૂર્ણ લિંક :

જુઓ શિક્ષણ વિભાગનો પરિપત્રઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો