24700 થી વધુ શિક્ષકોની ભરતી માટેની જાહેરાત: એક શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય, જુઓ ભરતી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે

WhatsApp Join Now
Telegram Join Here

24700 થી વધુ શિક્ષકોની ભરતી માટેની જાહેરાત : આજની કેબિનેટ બેઠકમાં રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો.

24700 થી વધુ શિક્ષકોની ભરતી માટેની જાહેરાત

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્ય તેમજ શિક્ષકની અંદાજે 24,700 જેટલી જગ્યાઓ પર આગામી સમયમાં ભરતી કરવામાં આવશે.

જે અનુસાર, આગામી ઓગસ્ટ થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700 થી વધુ શિક્ષકોની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શિક્ષણ એ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસનો પાયો છે. રાજ્યની શાળાઓમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ હોય તેમજ શિક્ષણ પ્રત્યે અભિરૂચિ ધરાવતા યોગ્ય ઉમેદવારોને શિક્ષાકાર્યની તક મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો- 6128 ક્લાર્ક જગ્યાઓ પર આવી નોકરીનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2024

ડિસેમ્બર સુધીમાં શિક્ષકોની ભરતી પૂર્ણ થશે

7500 શિક્ષક હાયર સેકન્ડરી માટે આવશે. જ્યારે બાકીના 17200 શિક્ષક પ્રાથમિક શિક્ષણ માટે ભરાશે. 2011 થી 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે. ટાટની પરીક્ષા પાસ કરનાર 17,000 જ્ઞાનસહાયક પણ ભરતીમાં ભાગ લઈ શકશે. રાજ્યમાં કુલ 42759 ખાલી જગ્યા માંથી 24,700 પોસ્ટ ભરાશે. ડિસેમ્બર સુધીમાં ભરતી કાર્યવાહીન પૂર્ણ થશે. ભરતી નું ટાઈમ ટેબલ પણ જાહેર.આગળ જતા વ્યાયામ શિક્ષકની પણ ભરતી થશે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ની જાહેરાત.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો