GSEB Result 2024 : ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ રાજ્યમાં મતદાન બાદ જાહેર થશે

WhatsApp Join Now
Telegram Join Here

GSEB Result 2024 : બોર્ડના પરિણામ પર ચૂંટણીની અસર ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ રાજ્યમાં મતદાન બાદ જાહેર થશે, મતદાન સમયે વાલીઓ ફરવા નીકળી ન જાય તે માટે લેવાયો નિર્ણય.

GSEB Result 2024

માર્ચ મહિનામાં લેવાયેલ ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરીણામ લોકસભા ચૂંટણીને કારણે ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમય કરતા વહેલા પરિણામ જાહેર કરી દેવામાં આવશેની જાહેરાત કરાઈ હતી, પરંતુ હવે પરિણામ મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થશે.

ધોરણ ૧૦ ને ૧૨ની પરીક્ષાનું પરીણામ 2024

ગુજરાત બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના પૂર્ણ થઈ હતી. પરીક્ષામાં પેપર પૂરું થતાં જ મૂલ્યાંકન કામગીરી શરૂ કરવામાં આવી હતી. ૭૫ હજાર શિક્ષકો મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. શિક્ષકો દ્વારા એપ્રિલ મહિનાના બીજા સપ્તાહ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્યાર બાદ બોર્ડની કચેરી દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ ૧૨ સાયન્સનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ ૧૦નું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું.

ગુજરાત બોર્ડપરિણામ રાજ્યમાં મતદાન બાદ જાહેર થશે

મળતી માહિતી મુજબ, બોર્ડના પરિણામ તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ ચૂંટણી હોવાથી પરિણામ મતદાન અગાઉ જાહેર કરવામાં નહિ આવે. મતદાન બાદ જ પરિણામ જાહેર થશે. ચૂંટણી અગાઉ જો બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ બહાર ફરવા જાય તો મતદાન ઓછું થાય તેવી શક્યતા છે. જેથી હવે બોર્ડની પરીક્ષાનું પરિણામ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જ જાહેર કરવામાં આવશે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો