PM Free Silai Machine Yojana 2024 : નમસ્કાર મિત્રો ભારત સરકાર દ્વારા દેશની ગરીબ અને આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે . આ યોજના હેઠળ સરકાર મહિલાઓને મફત સિલાઈ મશીન આપશે. જેથી કરીને મહિલાઓ ઘરમાં સિલાઈકામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે અને આત્મનિર્ભર બની શકે. આ યોજના હેઠળ, દરેક રાજ્યમાં 50,000 થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીનનો લાભ મળશે.
PM Free Silai Machine Yojana 2024
ભારત દેશમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં મહિલાઓને કામ કરવા માટે ઘરની બહાર જવાની છૂટ હજી પણ નથી. જેથી આવી મહિલાઓ ઘરે બેઠા સિલાઈ મશીન દ્વારા સિલાઈકામ કરીને સારી આવક મેળવી શકે તે માટે સરકાર દ્વારા મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. તેનાથી મહિલાઓને કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે અને તેઓ આત્મનિર્ભર બની જશે.
આ પણ વાંચો : આ યોજના ખાસ કરીને વૃદ્ધો માટે શરૂ કરવામાં આવી, 8 ટકાથી વધુ વ્યાજ અને ટેક્સમાં છૂટનો લાભ
પીએમ મફત સિલાઈ મશીન યોજના 2024 : જરૂરી ડોક્યુમેન્ટની યાદી
મફત સિલાઈ મશીન યોજના હેઠળ લાભ મેળવતી તમામ મહિલાઓ માટે નીચેના દસ્તાવેજો હોવા ફરજિયાત છે.
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારના મૂળભૂત સરનામાનો પુરાવો
- અરજદારનુંઆવક પ્રમાણપત્ર
- અરજદારનુંઓળખપત્ર
- અરજદારનું ઉંમર પ્રમાણપત્ર
- જો અક્ષમ હોય તો અપંગતાનું તબીબી પ્રમાણપત્ર
- અરજદાર જો વિધવા હોય તો વિધવા પ્રમાણપત્ર
- અરજદારનુંસમુદાય પ્રમાણપત્ર
- અરજદારનો મોબાઇલ નંબર
- અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
પીએમ મફત સિલાઈ મશીન યોજના માટે પાત્રતા
- આ મફત સિલાઈ મશીનનો લાભ મેળવવા માટે, લાભાર્થી મહિલા ભારતીય નાગરિક હોવી આવશ્યક છે.
- અરજદાર મહિલાની ઉંમર 20 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- આ યોજના હેઠળ લાભાર્થી મહિલાના પરિવારની વાર્ષિક આવક ₹1 લાખથી વધુ ન હોવી જોઈએ
- દેશની આર્થિક રીતે નબળી મહિલાઓને જ આ યોજનાનો લાભ મળશે.
- દેશની વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજના માટે અરજી કરવા પાત્ર હશે.
આ પણ વાંચો : રણછોડદાસ ચાંચડ ના સવાલનો જવાબ NASAએ આપ્યો, જાણો કેમ અવકાશમાં પેન્સિલનો ઉપયોગ નથી થતો?
પીએમ મફત સિલાઈ મશીન યોજના માટે કેવી રીતે અરજી કરશો
- દેશની આવી રસ ધરાવતી મહિલાઓ કે જેઓ આ યોજના માટે અરજી કરવા પાત્ર છે અને આ યોજનાનો લાભ મેળવવા માંગે છે, તો તેઓ નીચે આપેલ પ્રક્રિયાને અનુસરીને સરળતાથી મફત સિલાઈ મશીન યોજના માટે અરજી કરી શકે છે.
- હવે તમારે આ અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે. જેમ કે સ્ત્રીનું નામ, જન્મ તારીખ, સરનામું, જાતિ, આવક વગેરે ફોર્મમાં વિગતો ભરવાની રહેશે
- આ પછી તમારે સંબંધિત ઓફિસમાં જઈને અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
- હવે ત્યાંના સ્ટાફ દ્વારા તમારા ફોર્મ અને દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કર્યા પછી, મફત સિલાઈ મશીન યોજના હેઠળની અરજી સ્વીકારવામાં આવશે.