રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ: તા 1 જાન્યુઆરી 2024થી આપવાનો નિર્ણય કર્યો છે, જુઓ સંપૂર્ણ માહિતી

WhatsApp Join Now
Telegram Join Here

રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ : રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતને ધ્યાને રાખીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

મોંઘવારી ભથ્થાની 6 માસની, એટલે કે, 1 જાન્યુઆરી 2024 થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે.

આ પણ વાંચો- 24700 થી વધુ શિક્ષકોની ભરતી માટેની જાહેરાત: એક શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય, જુઓ ભરતી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે

1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને એરિયર્સ પેટે ચુકવશે

ગુજરાત રાજ્ય સરકાર કુલ 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને એરિયર્સ પેટે ચુકવશે. આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો માટે સૂચના આપી દીધી છે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો