નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ : પોસ્ટ ઓફીસમાં વિવિધ પ્રકારની સેવિંગ સ્કીમ્સ ચાલતી હોઈ છે. આ સ્કીમ માં એક છે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સ્કીમ જે એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે જેમને રોકાણની સાથે મોટો વ્યાજદર મેળવવો છે. NSC એક પ્રકારની સેવિંગ સ્કીમ છે જેમાં પાંચ વર્ષ માટે પૈસા જમા કરવામાં ખુબ જ સારું વ્યાજ મળતું હોઈ છે. આજની તારીખે આ પોસ્ટ ઓફીસ ની સ્કીમમાં 7.7% વ્યાજદર આપે છે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ
ઘણા લોકો પૈસા રોકવા માટે પેહલી પસંદ પોસ્ટ ઓફિસ હોઈ છે જેમાં વિવિધ પ્રકારની નાની નાની બચત યોજનાઓ ચાલુ હોઈ છે. એમાંની આજે એક સ્કીમ લઈ ને આવ્યા છે જેનું નામ સ્કીમ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC )છે. તમે NSC સ્કીમમાં પાંચ વર્ષ માટે તમારી બચતનું રોકાણ કરી ને ખુબ સારું વળતર નો લાભ મેળવી શકો છો. આ યોજના હેઠળ પોસ્ટ ઓફિસ તમને તમારી જમા રાશિ પર 7.7 ટકા ચક્રવૃદ્ધિ દરનો લાભ આપે છે.
ફક્ત 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો
તમે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ માં ઓછામાં ઓછું ફક્ત 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છે. વધુમાં વધુ રોકાણની મર્યાદા રાખવામાં નથી આવી એટલે કે તમે બચત મુજબ ગમે એટલા પૈસા રોકી શકો છો. આ સ્કીમ માટે કોઈ પણ નાગરિક રોકાણ કરી શકે છે. આમ તમને જોઈન્ટ એકાઉન્ટની પણ . 2-3 લોકો મળીને સંયુક્ત ખા સુવિધા આપેલ છે, માઈનરનાં નામથી તેના માતા-પિતા પણ આ સ્કીમ માં રોકી શકે છે.
આ પણ વાંચો- SSC CGL ભરતી 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17727 જગ્યાઓ પર આવી નોકરીનો મોકો
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ માં ટેક્સમાં છૂટ
national saving certificate scheme નો ફાયદો એ છે કે તમારે લાંબા સમય સુધી પૈસા રોકવાની જરૂર પડતી નથી. કેમ કે ફક્ત 5 વર્ષમાં આ સ્કીમ મેચ્યોર થઈ જતી હોઈ છે. આ સ્કીમ માં વાર્ષિક આધાર પર વ્યાજનું કમ્પાઉંડિંગ થતું હોઈ છે અને ગેરંટીડ રિટર્ન પણ આપવામાં આવે છે. આ સ્કીમ માં તમે જયારે રોકાણ કરો છો ત્યારે જે વ્યાજદરો લગતા હોઈ એ જ વ્યાજ દર આ સ્કીમ ના અંત સુધી એ જ વ્યાજદરનાં હિસાબે વાર્ષિક 5 વર્ષનું વ્યાજ આપવામ આવતું હોઈ છે. આ રોકાણ ના વચ્ચે ના સમય માં જો વ્યાજદર બદલાઈ તો પણ તેની અસર તમારા રોકાણ પર નથી પડતી. આ સ્કીમ નો બીજો ફાયદો એ છે કે તમારી જમા કરાવેલ આવેલી રકમ પર Section 80C અંતર્ગત ટેક્સમાં છૂટ મળે છે એટલે કે દરવર્ષે 1.50 લાખ રૂપિયા જમા કરવા પર ટેક્સની છૂટ મેળવી શકાય છે.
આ પણ વાંચો- ધોરણ 12 પાસ અને ઈજનેરીના વિદ્યાર્થીઓને વાયુસેનામાં નોકરીનો મોકો
પાંચ લાખ રૂપિયા ના રોકાણ પર શું વ્યાજ મળશે
જો તમે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ માટે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને હમણાં ના ચાલુ 7.7%નાં વ્યાજદર ની ગણતરી પર 2,24,516 રૂપિયા વ્યાજરૂપે મળશે. એમ જોઈએ તો તમને 5 વર્ષ બાદ તમને કુલ 7,24,516 રૂપિયા મળશે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..