રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય વર્ષ 2024- 25ના બજેટમાં પણ રાજ્ય સરકારે જોગવાઇ કરી છે, જે અંતર્ગત રાજ્ય સરકારે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિથી શાકભાજી કરવામાં મદદ ઉપરાંત પ્રતિ હેકટર રૂ. 20 હજારની સહાય આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.
પ્રાકૃતિક કૃષિથી શાકભાજી ઉગાડનારને પ્રતિ હેક્ટર રૂ 20 હજારની સહાય
પ્રાકૃતિક કૃષિથી શાકભાજીને પ્રોત્સાહન આપવા માટે મહત્વનું કારણ એ છે કે, શાકભાજીનું વધારે ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ થતો હોવાથી કેન્સર થવાની શકયતા વધી તેવું એક તારણ છે, જેના પરિણામે રાજ્ય સરકારે પણ પ્રથમ પ્રાકૃતિક કૃષિમાં રોજબરોજ વપરાતા શાકભાજીને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યુ હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમ જ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરાયેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તેટલા માટે શાકભાજી પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાઈ છે. આ યોજનાના અમલીકરણ માટે રાજય સરકારે બજેટમાં રૂ. 10 કરોડની જોગવાઈ કરી છે.
આ પણ વાંચો- માનવ કલ્યાણ યોજના 2024: ધંધા માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, જુઓ કોને આ યોજનો લાભ મળશે
ખેડૂતો રાસાયણિક ખાતરની આખેઆખી બેગ વાપરે છે
હરિતક્રાંતિની શરૂઆત થઈ ત્યારે દેશને અન્ન અને ખેતી ઉપજની જરૂર હતી. આ સમયે સ્વામિનાથન સમિતિએ એક એકરમાં 13 કિલો રાસાયણિક ખાતર નાખવાની હિમાયત કરી હતી,પણ ખેડૂતો અત્યારે એક એકરમાં 13 કિલોને બદલે ખાતરની એક કરતાં વધારે બેગ વાપરે છે. પરિણામે જમીન પણ ઓછી ફળદ્રુપ થઇ ગઇ છે અને શાકભાજી જેવા પાક કેન્સરને પ્રોત્સાહન આપવા માટેનું કારણ બની ગયા છે.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..