એક કેચ ને કારણે ભારત T20 જીત્યું વર્લ્ડ કપ : એક કેચ ને કારણે ભારત T20 જીત્યું વર્લ્ડ કપ : મિલર ખુબ ઝડપી રમી ને દક્ષિણ આફ્રિકા ને વિજયી તરફ લઈ જઈ રહ્યા હતા પણ આ એક કેચ આ મેચ નો ટર્નિંગ પોઇન્ટ બની ગયો હતો.
એક કેચ ને કારણે ભારત T20 જીત્યું વર્લ્ડ કપ
સૂર્યકુમારે ખુબ જ સારી મેહનત કરી ને મિલર દ્વારા મારવામાં આવેલો શોર્ટ જે બાઉન્ટ્રી લાઈનથી બહાર જઈને ફરી ગ્રાઉન્ડ માં બોલ લાવી ને જે કેચ કરીયો એ ક્ષણ ખુબજ યાદગાર રહશે આજની યુવા પેઢી ને જે આપણા માટે ખુબ જ પ્રેણાદાયક રહશે, જે ના લીધે આ મેચ આપણા હાથ માં આવી ગઈ હતી.
સૂર્યકુમાર દ્વારા પકડવામાં આવેલ કેચ દરેક ભારતીયો ને યાદગાર ક્ષણ માનો એક હશે, જે ઘણા લોકો એ પોતાના મોબાઈલ માં સેવ કરી લીધો હશે,અને જે નવા ખેલાડી એ માટે તોહ ખુબજ પ્રોત્સાહન મળે એમ છે,આ ની મેચ માં ગમે એવા સંજોગો આવી જાય પણ ટીમ ઇન્ડિયા એ હાર માની ના હતી,આખરે આ ફાઈનલ મેચ જીતવામાં સફળ રહીયુ હતું.
આ પણ વાંચો- ભારત માટે વિરાટ કોહલી આજે છેલ્લી T20 મેચ: અંતિમ મેચમાં 76 રન બનાવ્યા, જુઓ શું કહીંયુ વિરાટ કોહલી એ
છેલ્લી ઓવર નો પ્રથમ બોલ બન્યો ટર્નિંગ પોઇન્ટ
દક્ષિણ આફ્રિકા ને છેલ્લી ઓવર માં 6 બોલમાં 16 રનની જરૂર હતી જેમાં હાર્દિક પંડ્યા એ આ ઓવર નાખતા પ્રથમ બોલ એ જ મિલરની વિકેટ લીધી હતી જેથી હવે સંપૂર્ણ મેચ ભારત ના હાથ માં આવી ગઈ હતી, સમગ્ર ટીમની ખુબ જ મહેનત હોવાથી ચેમ્પિયન બનતા રોકી શકે એમ ના હતું,
આજની વર્લ્ડ કપ જીતનો હીરો માત્ર સૂર્યકુમાર નથી પણ આખી ભારતીય ટીમ નો ખુબ ફાળો છે, એમાં પણ કોચ રાહુલ દ્રવિડ નો પણ ખુબ જ યોગદાન રહીયુ છે, ભારતીય ટીમ એ પહેલેથી નક્કી કરી લીધું હતું આ T20 વર્લ્ડ કપ ને દાવેદાર ઇન્ડિયા જ છે. જે આજે સાબિત કરી બતાવ્યું.
દરેક ખેલાડી ની આંખમાં ખુશીના આંસુ
ખરેખર આજની મેચ ખુબજ રોમાંચક રહી હતી, અને મેચ જીત્યા બાદ દરેક ખેલાડીની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા સાથે ભારતના સમગ્ર નાગરિક ને પણ આજે ખુશી ના આંસુ લાવી દીધા હતા, જીત બાદ જાણે દેશ માં ત્રીજી દિવાળી હોઈ એવો માહોલ થઈ ગયો હતો, આતશબાજીથી ગગન ગૂંજ્યું, જાહેરમાર્ગો પર ટ્રોફી, તિરંગો લઈ ને લોકો નું કિડિયારું ઉભરાય ગયું હતું, દરેક શહેર માં જશ્નનો માહોલ થઈ ગયો હતો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..