મતદાનના દિવસે આંગળી પર લગાવતા શાહીના એક બુંદની કિંમત : દરેક ચૂંટણી વખતે આપણે મત આપવા જઇયે ત્યરે ત્યારે આપણી પ્રથમ આંગળી પર શાહી વડે એક બુંદ મૂકી ને લીટો પાડવામાં આવે છે. તો બધા ને મન માં પ્રશ્ન થતો હશે કે આ સહી ની એક ટીપાં ની કિંમત શું થતી હશે તો ચાલો આજે તમને શાહીના એક ડ્રોપની કિંમત જણાવીશુ.
મતદાનના દિવસે આંગળી પર લગાવતા શાહીના એક બુંદની કિંમત
આ શાહી ભારતમાં ફક્ત માત્ર મૈસૂરમાં જ બનાવામાં આવે છે . જે ભારતની એક સરકારી કંપની મૈસુર પેઇન્ટ અને વાર્નીશ લિમિટેડ નામની કંપની દ્વારા બનાવામાં આવે છે. હવે જોઈએ કે આ શાહીના એક બૂંદ ની કિંમત 12.7 રૂપિયા થતી હોય છે.
આ પણ વાંચો : મફત સિલાઈ મશીન યોજના માટે અરજી કરવાનું શરૂ , જુઓ અરજી કરવાની તમામ માહિતી
બોગસ મતદાન અટકાવી શકાય
આ શાહીથી ઉપીયોગ એટલે કરવામાં આવે છે જેના થી બોગસ મતદાન અટકાવી શકાય અને આ શાહીની એક લીટી નું નિશાન ભૂંસાતા લગભગ બે થી ચાર અઠવાડિયા થતા હોઈ છે, માટે મતદાન સમયે આ શાહી વાપવામાં આવતી હોઈ છે.
માત્ર 40 સેકન્ડમાં જ સંપૂર્ણપણે સુકાઈ જાય
મતદાન દરમિયાન આંગળી પર શાહી લગાવવાથી એ જ મતદાર ફરીથી વોટ આપવા ના જઈ શકે. માટે આવું કરવામાં આવે છે. આ શાહી ની ખાસિયતએ છે કે આ શાહી આંગળી પર લગાવ્યા પછી એ માત્ર 40 સેકન્ડમાં જ સંપૂર્ણપણે સુકાઈ જતી હોઈ છે