આરટીઓ વિભાગનો મહત્વનો નિર્ણય: લર્નિંગ લાયસન્સમાં કમ્પ્યુટર ટેસ્ટમાં હવે જુઓ ઓછા પ્રશ્ર્નો પડે તો પણ પાસ, જુઓ કેટલા પ્રશ્ર્નો સાચા પાડવાના રહેશે

WhatsApp Join Now
Telegram Join Here

આરટીઓ વિભાગનો મહત્વનો નિર્ણય : વાહન વ્યવહાર કમિશનરની કચેરી બ્લોક નં.-૬, બીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ગુજરાતના દરેક નાગરિક જણાવવાનું કે લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ-૧૫ પ્રશ્નોમાથી ૧૧ પ્રશ્નોના સાચા જવાબ આવ્યેથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે.

આરટીઓ વિભાગનો મહત્વનો નિર્ણય

ગુજરાતના દરેક નાગરિક જણાવવાનું કે લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ-૧૫ પ્રશ્નોમાથી ૧૧ પ્રશ્નોના સાચા જવાબ આવ્યેથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવાની પદ્ધતિ અમલમાં છે.જે અંગે સંદર્ભદર્શિત બંદરો અને વાહન વ્યવહાર વિભાગના તા.૦૧/૦૭/૨૦૨૪ ના પત્રથી મળેલ અનુમોદન મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો, ૧૯૮૯ ના નિયમ-૧૧(૪) અનુસાર, હવેથી ૧૫ પ્રશ્નોમાંથી ૯ પ્રશ્નોના સાચા જવાબ આપ્યથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવા જણાવવામાં આવે છે. સદર બાબતની જાણ આપની લર્નિંગ લાયસન્સની કામગીરી કરતી તાબાની કચેરીઓમાં કરવા જણાવવામાં આવે છે.

આજે તારીખ 06/07/2024 ના રોજ વાહન વ્યવહાર કમિશનરની કચેરી ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો,નકલ સવિનય રવાના : નાયબ સચિવશ્રી, બંદરો અને વાહન વ્યવહાર વિભાગને ઉપરોક્ત પત્ર સંદર્ભે જાણ થવા સારૂ.

આ પણ વાંચો- માનવ કલ્યાણ યોજના 2024: ધંધા માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, જુઓ કોને આ યોજનો લાભ મળશે

જુઓ કેટલા પ્રશ્ર્નો સાચા પાડવાના રહેશે

ગુજરાતના લર્નિંગ લાયસન્સ માટે રાહતના સમાચાર આવી ગયા છે. લર્નિંગ લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પાસ થવા માટે કુલ-૧૫ પ્રશ્નોમાથી ૧૧ પ્રશ્નોના સાચા જવાબ હોઈ તો પાસ ની પદ્ધતિ હતી હવેથી ૧૫ પ્રશ્નોમાંથી ૯ પ્રશ્નોના સાચા જવાબ આપ્યથી લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરી આપવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક :

જુઓ પરિપત્રઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો