અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ: પ્રથમ વખત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા, જુઓ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં

WhatsApp Join Now
Telegram Join Here

આજથી અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. આજે સવારે રજીસ્ટ્રેશન સ્થળ પર યાત્રાળુઓની, ભારે ભીડ જોવા મળી હતી. દક્ષિણ જમ્મુના એસડીએમ મનુ હંસાએ કહ્યું કે,” સરસ્વતી ધામ ટોકન સેન્ટરથી અમરનાથ યાત્રીઓને ઑફલાઇન ટોકન, આપવામાં આવી રહ્યા છે. તેના આધારે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને તે નક્કી કરવામાં આવે છે કે તેઓ કયા દિવસે આગળ મુસાફરી કરશે. અમારી પાસે ત્રણ ઑફલાઇન નોંધણી કેન્દ્રો છે.

અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ

એસડીએમ મનુ હંસાએ જણાવ્યું કે 27 જૂને 1000 લોકો નું રજીસ્ટ્રેશન લેવામાં આવશે અને આ લોકો 29 જૂને અમરનાથ યાત્રા કરશે. amarnath yatra offline registration 2024 આ યાર્ત્ર માં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને, મુસાફરી કરવાની મંજૂરી નથી. છ મહિનાથી વધુ ગર્ભવતી મહિલાઓને પણ, મુસાફરી કરવાની મંજૂરી નથી.” ઉલ્લેખનીય છે કે, અમરનાથ મંદિરની વાર્ષિક યાત્રા 29 જૂનથી શરૂ થશે. સોમવારથી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

આ પણ વાંચો- અંબાલાલ પટેલની આગાહી: આગામી 4 દિવસ આ જિલ્લાઓ માટે ભારે હશે

અમરનાથ શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર, અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. ભગવાન અમરનાથની ગુફા લિડર ઘાટીમાં આવેલી છે. આ પવિત્ર બરફના લિંગના દર્શન કરવા માટે ભક્તો જૂન-જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કાશ્મીરના હિમાલયમાં સ્થિત પવિત્ર ગુફા મંદિરની યાત્રા કરે છે.

અમરનાથ ગુફા જવા માટે તમારે શ્રીનગરથી 140 કિલોમીટરના અંતરે, પહેલગામથી લગભગ 45-48 કિલોમીટર અને બાલતાલથી લગભગ 16 કિલોમીટરના અંતરે જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સ્થિત છે. પ્રથમ વખત ગેટથી યાત્રી નિવાસ સુધીના સમગ્ર યાત્રી આવાસમાં અત્યાધુનિક સીસીટીવી કેમેરા લાગેવેલ છે, સાથે પોલીસ આ વખતે પ્રથમ વખત ઈન્ફ્રારેડ કેમેરાથી સજ્જ ડ્રોનનો પણ ઉપયોગકરવાની છે જે રાત્રે પણ કામ કરતા રહેશે

આ પણ વાંચો- એચડીએફસી બેંક કાર લોન: તમારું મનપસંદ વાહન ખરીદવા માંગો છો, આ બેંક કાર લોન આપે છે ઓછા વ્યાજે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો