GSSSB CCE Call Letter 2024 : ગુજરાત ગૌણ સેવા ગ્રુપ-A તથા ગ્રુપ-B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કોલ લેટર જાહેર, ચેક કરી લો પરીક્ષા કેન્દ્ર

WhatsApp Join Now
Telegram Join Here

GSSSB CCE Call Letter 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) માટે MCQ CBRT (Computer Based Recruitment Test) પ્રથમ તબક્કાની મોકૂફ રાખેલ પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત,ઉમેદવારો ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

GSSSB CCE Call Letter 2024

જાહેરાત ક્રમાંકપરીક્ષાનું નામપરીક્ષાની તારીખકોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર
ડાઉનલોડ કરવાનો સમયગાળો
212/202324વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા અલગ અલગ૦૪/૦૫/૨૦૨૪ના રોજ ૧૮:૦૦ કલાકથી

Advt No. 212/202324 (Total 71 Shifts)

GSSSB CCE પરીક્ષા કોલ લેટર 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ ( ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) ના કોલલેટર (ઓનલાઈન પ્રવેશપત્ર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તા. ૦૪/૦૫/૨૦૨૪ના રોજ ૧૮:૦૦ કલાકથી જે તે ઉમેદવારની પરીક્ષાની તારીખ સુધી ડાઉનલોડ કરી શકાશે. જેથી ઉકત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

ગુજરાત ગૌણ સેવા CBRT પરીક્ષા કોલ લેટર 2024

ઉમેદવારોએ MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test) માટેના કોલ લેટર તથા તે સાથેની જરૂરી સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલ સમયગાળા દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી અચૂક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ નકલ કાઢી લેવાની રહેશે. પરીક્ષાકેન્દ્રમાં પ્રવેશ મેળવવા માટે કોલલેટર (ઓનલાઈન પ્રવેશપત્ર)ની પ્રિન્ટ નકલ રજૂ કરવી ફરજિયાત છે.

OJAS GSSSB CCE કોલ લેટર 2024 ડાઉનલોડ કેવી રીતે કરવા ?

OJAS GSSSB CCE કૉલ લેટર ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ I-  પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં (૧) https://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું.
  • સ્ટેપ II-  MCQ-CBRT પદ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પર Click કરવું.
  • સ્ટેપ III – ત્યારબાદ “Primary Exam Call Letter” પર “Click” કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં “Confirmation Number” તથા “Birth Date” ટાઇપ કરીને Print Call Letter પર “Click” કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે).
  • સ્ટેપ IIII – કોલ લેટર ડાઉનલોડ કરો

GSSSB હેલ્પલાઇન ફોન નં

ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ કોલલેટર તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવે છે. ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઇ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે. ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ પરીક્ષાકેન્દ્ર, તારીખ અને શિફ્ટના સમયમાં કોઈ ફેરફાર થઈ શકે એમ નથી તેની નોંધ લેવા વિનંતી છે.

GSSSB CCE Call Letter 2024 મહત્વપૂર્ણ લિંક :

OJAS GSSSB CCE ની સત્તાવાર વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/
GSSSB CCE કોલલેટર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાતઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો